૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશેમોરબી: મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આગામી રવિવારે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી દશનામ ગોસ્વામી સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ ૧૫મા સમૂહ લગ્નોત્સવમાં ૫ યુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાશે. આ મંગલકારી પ્રસંગ મહાદેવની અસીમ કૃપાથી સંવત ૨૦૮૨ ફાગણ સુદ-૫, તા. ૨૨-૦૨-૨૦૨૬ ને રવિવારના રોજ મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે યોજાશે. કાર્યક્રમની વિગતો મુજબ, સવારે ૬:૦૦ કલાકે જાન આગમન થશે, ૯:૦૦ કલાકે હસ્ત મેળાપ અને બપોરે ૧૨:૧૫ કલાકે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ૮૯ જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ અપાશેસમિતિ દ્વારા દરેક કન્યાને કરિયાવરમાં સોનાની બૂંટી, સોનાના દાણા, ચાંદીના સાંકળા, કબાટ, પલંગ, ગાદલા અને રસોઈના સાધનો સહિત કુલ ૮૯ જેટલી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, જંગલેશ્વર મહાદેવના મહંત શિવશંકરગીરી ગોસ્વામી સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી, ડો. જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી, પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી અને રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. #Morbi #MorbiUpdate #GoswamiSamaj #SamuhLagna #SocialNews #Gujarat #Mahendranagar #