કલ્યાણપર રોડ પર કારખાનામાં બનેલી ઘટના ટંકારા : ટંકારાના કલ્યાણપર નજીક આવેલ વૃંદાવન પોલીપેક કારખાનામાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશની વતની તારાબેન ઉર્ફે માયાબેન કૃષ્ણપાલ સહેરિયા ઉ.19 નામની પરિણીતાએ નવો મોબાઈલ લઇ દેવા માટે પતિ પાસે જીદ કરતા પતિએ પગાર આવ્યા બાદ નવો ફોન લઈ આપશે તેવું કહેતા મનોમન લાગી આવતા પરિણીતાએ લબેર કવાટર્સમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.