મ્યુનિ. કમિશનરના જાહેરનામાના ભંગ બદલ મહાપાલિકાના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યોમોરબી : મોરબીમાં મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે માંસ-મટનના વેચાણ પર મુકવામાં આવેલા પ્રતિબંધનો ભંગ કરનાર બે દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત બાદ મહાપાલિકાના અધિકારીઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ.ની કલમ ૨૨૩ હેઠળ અલગ-અલગ બે ગુના નોંધ્યા છે.મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગત તા. ૧૩/૦૨/૨૦૨૬ના રોજ એક જાહેરનામું બહાર પાડીને તા. ૧૫/૦૨/૨૦૨૬ ના રોજ મહાશિવરાત્રી નિમિત્તે તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલીક નોનવેજની દુકાનો ચાલુ રાખવામાં આવી હતી.વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા દ્વારા મહાનગરપાલિકામાં આ અંગે લેખિત અરજી કરવામાં આવી હતી. જેના આધારે પાલિકા તંત્રએ હરકતમાં આવીને નીચે મુજબની બે દુકાનોના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે:● પ્રથમ બનાવમોરબીના શક્તિ ચોક પાસે આવેલી 'સરકાર બાવા અહમદશાહ' નામની દુકાનમાં જાહેરનામાનો ભંગ થયો હતો. તા. ૧૫/૦૨/૨૦૨૬ ના રોજ આ દુકાન ચાલુ રાખીને માંસ અને મટનનું વેચાણ કરવામાં આવતું હતું. આ અંગે મોરબી મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ક્લાર્ક દિલિપસિંહ નરેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી છે.● બીજો બનાવમોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે, અયોધ્યાપુરી મેઇન રોડ પર રૂદ્રાક્ષ પ્લાઝામાં આવેલી 'ન્યૂ યાદગાર કેટરર્સ' નામની દુકાનમાં પણ નિયમો નેવે મુકાયા હતા. તા. ૧૫/૦૨/૨૦૨૬ ના રોજ આ દુકાનમાં માંસ-મટનનું વેચાણ ચાલુ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના શાખા અધ્યક્ષ અનુરાગભાઈ યોગેશભાઈ સંતોકીએ વિધિવત ફરિયાદ નોંધાવી છે. બંને બનાવોમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCity #GujaratNews #MahaShivaratri #MahaShivaratri2026 #MeatBan #MorbiPolice #FIR #PoliceAction #CrimeNewsMorbi #MorbiMunicipalCorporation #VHP #RuleViolation