હજુ બે મુખ્ય માંગણીઓ મુદ્દે લડત ચાલુ રહેશે : મનોજ પનારામોરબી: પાટીદાર યુવા સેવા સંઘ અને આંદોલનકારી ટીમ દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. આ મામલે સરકાર દ્વારા વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવતા સંગઠન દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. આ સફળતા બદલ પાટીદાર યુવા સેવા સંઘ અને સમગ્ર આંદોલનકારી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ સંતોષાયા બાદ હવે સંગઠન દ્વારા આગામી દિવસોમાં અન્ય બે મુખ્ય પડતર માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:૧. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% EWS અનામત લાગુ કરવામાં આવે.૨. UGC ના કાયદામાં એવો સુધારો કરવામાં આવે જેથી કોઈ પણ સમાજના વિદ્યાર્થીને અન્યાય ન થાય.આ બંને માંગણીઓ અંગે આગામી સમયમાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, આ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા માટે જન જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે તેમ મનોજ પનારા અને પાટીદાર યુવા સેવા સંઘ મોરબીની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PatidarYuvaSevaSangh #ManojPanara #MarriageRegistrationBill #EWS #Reservation #UGC #GujaratAssembly #StudentRights #MorbiNews