ગાંધીનગર/મોરબી : રાજ્યમાં લગ્ન નોંધણી (મેરેજ રજિસ્ટ્રેશન) પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર લાવવા માટે નવી સૂચિત પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. અગાઉની સરખામણીમાં નવી પદ્ધતિમાં ઘણા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર એ છે કે હવે કોઈપણ યુગલ માતા-પિતાની જાણ બહાર છૂપી રીતે લગ્ન નોંધણી કરાવી શકશે નહીં. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા ફરજિયાતપણે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે.જૂના નિયમો શું હતા?અગાઉ લગ્ન નોંધણી પ્રક્રિયા પ્રમાણમાં સરળ હતી. પુખ્ત વયના યુવક-યુવતીઓ માત્ર 2 સાક્ષીઓ અને તેમના ઓળખ-રહેઠાણના પુરાવા રજૂ કરીને લગ્ન નોંધણી કરાવી શકતા હતા. જૂની પદ્ધતિમાં માતા-પિતાના દસ્તાવેજો રજૂ કરવા કે તેમને લગ્ન અંગે જાણ કરવી ફરજિયાત ન હતી. પરિણામે ઘણા કિસ્સાઓમાં માતા-પિતાની જાણ બહાર જ લગ્ન નોંધાઈ જતા હતા અને સર્ટિફિકેટ પણ તરત કે થોડા દિવસોમાં મળી જતું હતું.નવા નિયમો અને સૌથી મોટો ફેરફારનવી પદ્ધતિ મુજબ, હવે માત્ર વર-વધુ કે સાક્ષીઓના જ નહીં, પરંતુ બંને પક્ષના માતા-પિતાના દસ્તાવેજો પણ ફરજિયાત આપવા પડશે. સૌથી મોટો ફેરફાર એ છે કે, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અરજી મળ્યાના 10 દિવસની અંદર ફરજિયાતપણે વર-વધુના માતા-પિતાને ઈલેક્ટ્રોનિક કે ભૌતિક માધ્યમથી આ લગ્ન અંગેની જાણ કરશે. આ ઉપરાંત, અરજી કર્યા પછી 30 દિવસની નોટિસ પિરિયડ જેવો સમયગાળો પૂર્ણ થયા બાદ જ નોંધણી થશે.નવી લગ્ન નોંધણી પદ્ધતિના મુખ્ય તબક્કા નીચે મુજબ છે:સ્ટેપ-1 (નોટરાઇઝડ અરજી): લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને 2 સાક્ષીઓની સહીથી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે. સાથે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા અપાતા ઓળખના પુરાવા (ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે) આપવાના રહેશે.સ્ટેપ-2 (પ્રાથમિક દસ્તાવેજો): હકૂમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ અરજી સાથે વર-વધુ અને સાક્ષીઓના આધારકાર્ડ, જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કંકોત્રી, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને લગ્નવિધિનો ફોટો રજૂ કરવાનો રહેશે.સ્ટેપ-3 (માતા-પિતાને જાણ કર્યાનું ડિકલેરેશન): વર-વધુએ તેમના માતા-પિતાને લગ્ન બાબતે જાણ કરી છે કે કેમ તેનું ડિકલેરેશન અરજી સાથે આપવું પડશે.સ્ટેપ-4 (માતા-પિતાના દસ્તાવેજો): વર-વધુએ તેમના માતા-પિતાના આધારકાર્ડ, પૂરું નામ, રહેઠાણનું સરનામું અને મોબાઈલ નંબરની વિગતો ફરજિયાત રજૂ કરવાની રહેશે.સ્ટેપ-5 (સત્તાવાર જાણ): આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને સંતોષ થયેથી 10 કામકાજના દિવસોમાં વર-વધુના માતા-પિતાને ઇલેક્ટ્રોનિક કે ભૌતિક રીતે આ લગ્ન અંગે સત્તાવાર જાણ કરવામાં આવશે.સ્ટેપ-6 (30 દિવસની સમયમર્યાદા): આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલશે. રજિસ્ટ્રારને ખાતરી થયા બાદ અને 30 દિવસ પૂર્ણ થયેથી જ લગ્ન નોંધણી કરવામાં આવશે.સ્ટેપ-7 (ઓનલાઇન એન્ટ્રી અને સર્ટિફિકેટ): સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ પર સિરિયલ નંબર અને વોલ્યુમ સહિતની તમામ વિગતો મુકાશે. ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર (ફોર્મ-2) વ્યક્તિગત રીતે પોસ્ટ મારફતે પક્ષકારોના ઘરે પહોંચાડવામાં આવશે.#MorbiUpdate #MarriageRegistration #NewRules #GujaratNews #MarriageCertificate #MorbiNews #GujaratGovernment #NewProcess #MarriageAct