મોરબી: (દિલીપ બરાસરા) ઔદ્યોગિક નગરી ગણાતું મોરબી આજે લુખ્ખા તત્વોની લુખ્ખાગીરીનું કેન્દ્ર બની ગયું છે. સામાન્ય બાબતમાં એક નિર્દોષ સોની વેપારીની ઘાતકી હત્યાએ આખા શહેરને હચમચાવી દીધું છે. મોરબીવાસીઓ હવે ખુલ્લેઆમ પૂછી રહ્યા છે કે – 'શું મોરબીમાં કાયદો જેવું કંઈ બચ્યું છે કે પછી આ શહેર લુખ્ખાઓને હવાલે કરી દેવાયું છે?' લોકોમાં એવો ભય વ્યાપ્યો છે કે મોરબી હવે ગુજરાતનું 'મિર્ઝાપુર' બની ગયું છે, જ્યાં સજ્જનોને જીવવું મુશ્કેલ અને દુર્જનોને મોકળું મેદાન મળી રહ્યું છે.ખાખીનો ખોફ ખતમ: અસામાજિક તત્વો બેફામશહેરમાં જ્યાં જુઓ ત્યાં કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના બાઇકો પર ફરતા લુખ્ખાઓનો આતંક જોવા મળે છે. આ તત્વો રસ્તા વચ્ચે વાહનો ઉભા રાખી રોફ જમાવે છે, છતાં પોલીસ તંત્ર મૌન સેવી રહ્યું છે. જ્યારે આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે પોલીસની નીતિ કેમ ઢીલી પડી જાય છે? સામાન્ય જનતા પાસેથી ટ્રાફિકના દંડ વસૂલવામાં શૂરવીર બનતી પોલીસ આ રીઢા ગુનેગારો સામે કેમ લાચાર દેખાય છે?હત્યા માટે તંત્ર પણ એટલું જ જવાબદાર !!સોની વેપારીની હત્યા એ માત્ર એક ગુનો નથી, પણ પોલીસની નિષ્ફળતાનું વરવું પ્રદર્શન છે. લોકોના સીધા આક્ષેપ છે કે:પોલીસની મિલીભગત : દારૂનું વેચાણ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસ આંખ આડા કાન કરી રહી હોવાનો અને ભ્રષ્ટાચારને કારણે ગુનેગારો સાથે મિલીભગત હોવાનો જનતાનો આક્ષેપ છે.ફરિયાદ લેવામાં આનાકાની: નાના ઝઘડા કે મારામારીના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આળસ કરે છે, જેના કારણે ગુનેગારોને પ્રોત્સાહન મળે છે અને તેઓ ગંભીર ગુના આચરતા અચકાતા નથી.ન્યાયથી વંચિત ફરિયાદી: ફરિયાદ કર્યા બાદ પણ પોલીસની કામગીરી નબળી રહેતી હોવાથી સામાન્ય લોકો હવે પોલીસ સ્ટેશન જવાનું ટાળી રહ્યા છે.મુખ્ય સવાલો જેનો જવાબ જનતા માંગી રહી છે:- શું પોલીસ માત્ર ટ્રાફિકના દંડ ઉઘરાવવા માટે જ છે?- કાળા કાચ વાળા વાહનો, નંબર પ્લેટ વગરના વાહનો અને હથિયારો લઈને ફરતા અસામાજિકતત્વો કે ગુંડાઓ પોલીસને કેમ દેખાતા નથી?- ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવા માટે કડક 'પબ્લિક પરેડ' કેમ કરવામાં આવતી નથી?રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ ક્યારે જાગશે?મોરબીના ધારાસભ્યો, રાજકીય આગેવાનો, કલેકટર અને પોલીસવડાએ આ ગંભીર સ્થિતિની નોંધ લેવી જ પડશે. શું સત્તાધારીઓ માત્ર ચૂંટણી ટાણે જ સુરક્ષાના વાયદા કરશે? અત્યારે મોરબીને એવા કડક અધિકારીઓની જરૂર છે જે ગુનેગારોના પેન્ટ ગીલા કરી દે અને સામાન્ય નાગરિક નિર્ભય બનીને ફરી શકે. જો તંત્ર હજુ પણ નહીં જાગે, તો જનતાનો આ આક્રોશ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.નાના સગીરો પણ હથિયારો સાથે ફરી રહ્યાં છેમોરબીમાં કાયદો અને વ્યવસ્થા એટલી કથળી ગઈ છે. હવે લુખ્ખાઓ અને સામાજિક તત્વોની સાથે 15થી 17 વર્ષના સગીરો પણ બેફામ હથિયારો સાથે ફરી દાદાગીરિ કરી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી ગંભીર ગુનાહોમાં પણ સગીર આરોપીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. આ વિષય તંત્રની સાથે મોરબીના વાલીઓ પણ લાલબત્તી સમાન છે. સોની વેપારીની સામાન્ય બાબતમાં હત્યા કરનાર આરોપી પણ સગીર હોવાનું બહાર આવી રહ્યું છે.કડક પોલીસ અધિકારીઓની તાતી જરૂરમોરબી અગાઉ અનેક કડક અધિકારીઓ જોઈ ચૂક્યું છે જેમણે ગુનેગારોમાં કાયદાનો ખોફ પેદા કર્યો હતો. અત્યારે ફરી એવા જ નીડર અધિકારીઓની જરૂરિયાત વર્તાઈ રહી છે. મોરબી એક ઔદ્યોગિક હબ હોવાથી અહીં શાંતિ અને સુરક્ષા જળવાય તે અનિવાર્ય છે. પોલીસવડા, કલેકટર અને રાજકીય આગેવાનો આ બાબતે સત્વરે જાગે અને ગુનેગારોને સીધા દોર કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે, તો સામાન્ય નાગરિકોનું જીવવું દુષ્કર બની જશે. મોરબીની શાંતિ જોખમાઈ છે અને હવે સહન કરવાની મર્યાદા આવી ગઈ છે. તંત્ર જાગે અને ગુનેગારોને પાંજરે પૂરે તે જ અત્યારની તાતી જરૂરિયાત છે.#Morbi #MurderCase #PoliceFailure #LawAndOrder #Justice #MorbiUpdate #GujaratGovernment #CrimeControl #ActionNeeded #PublicOutrage