મોરબી: ગઈકાલે મોડી રાત્રે સરદાર બાગ આગળ એક સોની યુવાનની હત્યા થતા મોરબીના વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ઘટનાના વિરોધમાં આજે મોરબીની મુખ્ય બજારોના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને ન્યાયની માંગ કરી છે. બીજી તરફ આ સોની યુવાનને 11 માસની દીકરી છે. તેની નિર્મમ હત્યાને પગલે ભારે રોષની લાગણી જન્મી છે. આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભરબજારમાં તેનું સરઘસ કાઢવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.ઘટનાની વિગતપ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સોની યુવાન જતીન આડેસરા ગઈકાલે પોતાના પરિવાર સાથે રાજકોટ ખાતે એક વાસ્તુના પ્રસંગમાં હાજરી આપીને પરત મોરબી ફરી રહ્યો હતો. રસ્તામાં બાઈક ઓવરટેક કરવા જેવી સાવ સામાન્ય બાબતમાં માથાકૂટ થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુવાનની હત્યા કરવામાં આવી હતી.વેપારીઓનો વિરોધ અને સજ્જડ બંધઆ દુઃખદ અને ચોંકાવનારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો મોરબીના વેપારી આલમમાં પડ્યા છે. સોની સમાજ, વેપારી મહામંડળ અને અન્ય ટ્રેડર્સ દ્વારા આજે સ્વયંભૂ અડધા દિવસનો (બપોરે ૨:૦૦ વાગ્યા સુધી) બંધ જાહેર કરવામાં આવ્યો છે.● બંધ રહેલા વિસ્તારો: નહેરુ ગેઇટ, ગ્રીન ચોકથી લઈને દરબારગઢ સુધીની મુખ્ય બજારો.● સોની બજાર ઉપરાંત સ્ટેશનરી અને અન્ય ચીજવસ્તુઓની દુકાનો પણ સંપૂર્ણપણે બંધ જોવા મળી હતી.વેપારી આગેવાનોની મુખ્ય માંગણીઓ● કડક કાર્યવાહી: લુખ્ખા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ કાયમ થાય તે માટે આરોપીઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે.● જાહેર સરઘસ: ભવિષ્યમાં કોઈ વેપારી પર આવો હુમલો કરવાની હિંમત ન કરે તે માટે, પકડાયેલા આરોપીઓનું દરબારગઢથી લઈને મુખ્ય બજારમાં જાહેર સરઘસ (વરઘોડો) કાઢવામાં આવે. ● ફાસ્ટ ટ્રેક કોર્ટ: આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી, આરોપીઓને ફાંસી જેવી કડક સજા આપવામાં આવે.● વેપારી સુરક્ષા: શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારી વેપારીઓને પૂરતું રક્ષણ પૂરું પાડવામાં આવે.