છ દિવસ પૂર્વે બંદૂક બતાવી કરાયેલ લૂંટ પ્રકરણમાં ગુન્હો નોંધાયોમોરબી : મોરબી તાલુકા લગધીરપુર - પાનેલી રોડ પર છ દિવસ સમી સાંજે ડબલ સવારી બાઇકમાં આવેલ બે શખ્સોએ ખેડૂત યુવાનને આંતરી ગળામાં પહેરેલ ચેઇન, રોકડ તેમજ મોબાઇલની લૂંટ કરી નાસી જતા ચકચારી બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લગધીરપુર ગામના ખેડૂત યુવાન માવજીભાઈ ભીમજીભાઈ જાદવ ઉ.46 સાંજના સમયે પાનેલી રોડ પર જતાં હતાં ત્યારે બાઈક ઉપર આવેલ બે અજાણ્યા ઈસમોએ બંદૂક જેવું હથિયાર બતાવી માવજીભાઈએ ગળામાં પહેરેલ દોઢ તોલા સોનાની ચેઇન કિંમત રૂ.1.50 લાખ, 5 હજાર રોકડા અને એક પાંચ હજારનો એક મોબાઈલ ફોન પડાવી લઈ લૂંટ કરી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.