શોભેશ્વર રોડ, નાની વાવડી, રાજપર રોડ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી: મોરબી શહેરના રાજપર રોડ, શોભેશ્વર રોડ અને નાની વાવડી જેવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના અભાવે લોકોને પડતી હાલાકીનો હવે અંત આવવા જઈ રહ્યો છે. મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા આશરે 75 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તેવું મહાપાલિકાએ જાહેર કર્યું છે. કયા વિસ્તારોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે?● શોભેશ્વર રોડ: અહીં જાહેર માર્ગ પર અંદાજિત 46 જેટલી સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરી દેવામાં આવી છે, જેનાથી સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યા ઉકેલાઈ છે. ● નાની વાવડીથી નંદીગઢ : આ વિસ્તારમાં નવા પોલ સાથે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.● રાજપર રોડ : મહાપાલિકાની હદ સુધીના આ મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઈટ વિથ પોલની કામગીરી પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.75 કરોડનું આયોજન અને મેન્ટેનન્સમાત્ર નવી લાઈટો નાખવી જ નહીં, પરંતુ શહેરના જૂના અને નવા તમામ વિસ્તારોમાં લાઈટો ચાલુ રહે તે માટે ઓપરેશન અને મેન્ટેનન્સ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઇલેક્ટ્રિક શાખાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી વાહનચાલકોની સુરક્ષા વધશે અને રાત્રિના સમયે અકસ્માતનો ભય ઘટશે.