મોરબી : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજે રાજ્યના 59 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ભરતભાઇ ચૌધરી ગાંધીનગરમાં ગ્રામ વિકાસ કમિશનરની કચેરીમાં ચિટનીસ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે પડધરી તાલુકા વિકાસ અધિકારી ગૌતમકુમાર પ્રભુલાલ ભીમાણીને ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.