આ રસ્તો ખરાબ હાલતમાં હોવા છતાં બીજો રસ્તો વન-વે કરી દેવાતા વાહનચાલકો હેરાન થવા મજબૂર બન્યામોરબી : શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તંત્ર દ્વારા નવા નિયમો અને 'વન-વે' તો જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ હોય છે. મોરબીના ગોકુલ-મથુરા વાળા રસ્તાનો એક વિડીયો હાલ સામે આવ્યો છે, જે તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યો છે. રસ્તો ચાલવા યોગ્ય ન હોવા છતાં તેને વન-વે તરીકે ચાલુ કરી દેવાતા વાહનચાલકો કાદવ-કીચડમાં ફસાઈ રહ્યા છે.શું છે સમગ્ર મામલો?ઉમિયા સર્કલથી કંડલા બાયપાસ તરફ જતા ગોકુલ-મથુરા વાળા રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. તંત્ર દ્વારા અન્ય રસ્તાને વન વે જાહેર કરવામાં આવતા વાહનો હવે બિસમાર રસ્તે ચાલતા થયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, વન-વે અમલમાં મુકતા પહેલા રસ્તાનું કોઈ જ સમારકામ કરવામાં આવ્યું નથી. રસ્તા પર મસમોટા ખાડા છે, જેમાં પાણી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. આ રસ્તા પરથી પસાર થવું એ વાહનચાલકો માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.મોટી ગાડીઓ પણ પણ નીચે જમીનને અડી જાય તેવી રસ્તાની હાલતનાની કાર તો ઠીક, પરંતુ મોટી એસયુવી ગાડીઓ પણ આ કાદવ અને ખાડામાંથી માંડ માંડ પસાર થઈ રહી છે. ખાડા એટલા ઊંડા છે કે ગાડીઓના તળિયા જમીન સાથે ભટકાઈ રહ્યા છે, જેના કારણે વાહનોને મોટું નુકસાન થવાની ભીતિ છે. જાગૃત નાગરિકો આક્રોશ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે, 'આ બિસ્માર રસ્તા માટે કોને પકડવાના? રસ્તો ચાલવા યોગ્ય નથી છતાં વન-વે ચાલુ કરી દેવાયો છે અને મોરબીની જનતા હાલાકી ભોગવી રહી છે, છતાં કોઈને કઈ પડી નથી.