મોરબી: હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં ગેરકાયદેસર રીતે ફાયર ક્લે ખનીજનું ખનન કરનારા તત્વો સામે મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. તપાસના અંતે 5 શખ્સોને કુલ રૂ. 10 કરોડ 42 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.ગામની ફરિયાદ પર થઈ તપાસહળવદના સુંદરી ભવાની ગામના કાનજીભાઈ કાળુભાઈ ગમારાએ ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અંગે આધાર પૂરાવા સાથે ખાણ-ખનીજ વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈ મોરબી ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની તપાસ ટીમે ગત ડિસેમ્બર મહિનામાં સ્થળ પર પહોંચી સઘન તપાસ અને માપણીની કામગીરી પૂર્ણ કરી હતી.કોને કેટલી રકમનો દંડ ફટકારાયો?નોટીસમાં જણાવ્યા મુજબ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ નીચે મુજબના શખ્સો દ્વારા મોટા પાયે બિનઅધિકૃત રીતે ફાયર ક્લેનું ખનન કરવામાં આવ્યું હતું:ધરમશીભાઈ હરજીભાઈ સોલંકીરામાભાઈ રાજાભાઈ ભરવાડભગવાનભાઈ દેવાભાઈ ભરવાડગેલાભાઈ ભલાભાઈ ભરવાડપોપટભાઈ ભલાભાઈ ભરવાડઆ પાંચેય શખ્સો પાસેથી ખનીજની કિંમત અને પર્યાવરણીય નુકશાની પેટે કુલ રૂ. 10,42,05,489 (દસ કરોડ બેતાલીસ લાખ પાંચ હજાર ચારસો નેવ્યાસી) ની પેનલ્ટી વસૂલવા નોટિસ પાઠવાઈ છે.પર્યાવરણીય નુકશાનીનું વળતર ઉમેરાયુંઆ ગેરકાયદેસર ખનન બદલ ગુજરાત ખનીજ રૂલ્સ મુજબ દંડની ગણતરી કરવામાં આવી છે. જેમાં ખનીજની ચોરીની રકમની સાથે 21% લેખે પર્યાવરણીય નુકશાની વળતરની રકમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.7 દિવસનું અલ્ટીમેટમ: અન્યથા FIRમોરબી ભૂસ્તરશાસ્ત્રી કચેરીએ નોટિસમાં સ્પષ્ટ તાકીદ કરી છે કે જો 7 દિવસની અંદર દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે અથવા યોગ્ય પુરાવા સાથે સંતોષકારક રજૂઆત નહીં કરાય, તો આ તમામ શખ્સો સામે પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.#MorbiUpdate #Morbi #Halvad #SundariBhavani #MiningScam #IllegalMining #GujaratNews #CrimeNews #MorbiPolice #GeologyAndMining #FireClay #MineralTheft #MorbiNews #ActionAgainstMining #BreakingNews