પોલીસે રહેણાંકમાં દરોડો પાડી રોકડા રૂપિયા 33,760 સાથે જુગારીઓને ઝડપી લીધામોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના લક્ષ્મીવાસ ગામે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી છ જુગારીઓને અંદર - બહારનો જુગાર રમતા ઝડપી લઈ પોલીસ મથકની અંદર કરી દીધા હતા.બનાવ સ્થળેથી પોલીસે 33,760ની રોકડ રકમ જપ્ત કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન લક્ષ્મીવાસ ગામે રાઘવજીભાઈ શિવાભાઈ કાવરના મકાનમાં અંદર બહારનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન બનાવ સ્થળેથી આરોપી 1. પ્રવીણભાઈ માવજીભાઈ કાવર રહે.ચમનપર 2.જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે.ભાવપર 3.ભરતભાઇ રામજીભાઈ મેણીયા રહે.વવાણીયા 4.અમૃતભાઈ શિવાભાઈ કાવર રહે.લક્ષ્મીવાસ 5.છેલાભાઈ પ્રભુભાઈ ખીમાણિયા રહે.વવાણીયા અને આરોપી 6.ચંદુલાલ પ્રભુલાલ ગામી રહે.વવાણીયા વાળાઓ રોકડા રૂપિયા 33,760 સાથે હાજર મળી આવતા તમામને અટકાયતમાં લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.