મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના બસસ્ટેન્ડ નજીક આવેલ પેટ્રોલપંપ પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી બળવંતસિંહ બચુભાઇ બારડ રહે.જુના ઢુંવા તા.વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.