મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 19 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ વિવિધ જણસી અને શાકભાજીની આવક થવા પામી છે. જેમાં આજે 447 ક્વિન્ટલ એટલે કે 2235 મણ કપાસની આવક થઈ છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1575 રૂપિયા સુધી બોલાયા છે. તો આ તરફ 239 ક્વિન્ટલ 1195 મણ તુવેરની આવક થઈ છે અને તુવેરના ભાવ પ્રતિમણના રૂ. 1532 સુધી બોલાયા છે. તો લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.તો 206 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 545 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે મગફળીના 1550, જીરુંના 4230, બાજરાના 454, જુવારના 1418, મગના 1355, અડદના 1559, ચણાના 1038, એરંડાના 1250, રાયના 1277 અને રાયડાના 1147 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 600, રીંગણાના 700, કારેલાના 700, ગુવારના 2000, ભીંડાના 800, ટમેટાના 340, કોબીજના 200, કાકડીના 500, લીંબુના 1500, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.