વાંકાનેર : તાજેતરમાં એક પરિણીતાએ મૂળ મોરબીના અને હાલ કેનેડા સ્થાયી થયેલા તેના પતિએ બળજબરીથી વાંકાનેરના શ્રદ્ધા હોસ્પિટલે લઈ જઈ એબોર્શન કરાવડાવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. જેને પગલે મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી (DHO) ડો. પી. કે. શ્રીવાસ્તવે આપેલી સત્તાવાર માહિતી મુજબ, ગત ૧૬મી તારીખે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શ્રદ્ધા હોસ્પિટલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.તપાસમાં શું સામે આવ્યું?આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ચેકિંગ દરમિયાન હોસ્પિટલનું કમ્પ્યુટર રેકોર્ડ અને 'એફ-ફોર્મ' (F-Form) ની વિગતો સંપૂર્ણ અને બરાબર જોવા મળી હતી. જોકે, મેન્યુઅલ રજીસ્ટરની ચકાસણી કરતા તેમાં ભૂલથી નામ નોંધવાનું રહી ગયું હોવાની ક્ષતિ સામે આવી હતી. કમ્પ્યુટરમાં એન્ટ્રી હોવા છતાં રજીસ્ટરમાં નામ કેમ નોંધાયું ન હતું, તે અંગેની બેદરકારી બદલ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે.જૂના ગર્ભપાતના આક્ષેપો અંગે સ્પષ્ટતાશ્રદ્ધા હોસ્પિટલ પર અગાઉ વર્ષ ૨૦૧૮-૧૯ માં થયેલા ગર્ભપાત (એબોર્શન) ના કથિત આક્ષેપો અંગે પૂછવામાં આવતા ડી.એચ.ઓ. ડો. શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરી હતી કે, નિયમ અનુસાર હોસ્પિટલોમાં માત્ર ત્રણ વર્ષ સુધીનો જ જૂનો રેકોર્ડ સાચવવાનો હોય છે. આથી, તે સમયના કોઈ રેકોર્ડ હાલ ઉપલબ્ધ ન હોવાથી તે દિશામાં કોઈ પુરાવા મળી શક્યા નથી.