મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સુવ્યવસ્થા અને જાહેર સલામતી જળવાઈ રહે તે હેતુથી લોકોની ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે ક્લસ્ટર મુજબ અધિકારીઓના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. હવે નાગરિકો સીધા જ સંબંધિત અધિકારીને ફોન કરી પોતાની સમસ્યાનું ઝડપી નિવારણ લાવી શકશે.મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યા અનુસાર, નાગરિકો પોતાના વિસ્તારની કોઈપણ સમસ્યા માટે મહાનગરપાલિકાની અધિકૃત મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકે છે. એપ્લિકેશન દ્વારા નોંધાયેલી ફરિયાદો સંબંધિત વિભાગ સુધી તાત્કાલિક પહોંચે છે અને તેનો સમયસર નિકાલ થાય છે. જોકે, લોકોની સમસ્યાનું ઝડપી અને તાત્કાલિક નિવારણ થાય તે માટે દરેક ક્લસ્ટર મુજબ મહાનગરપાલિકા દ્વારા વિભાગીય અધ્યક્ષોના નંબર પણ જાહેર કરાયા છે. નગરજનો કચેરીએ રૂબરૂ જવા ઉપરાંત ઓફિસ સમય દરમિયાન પોતાના વિસ્તારના ક્લસ્ટર વર્ક આસિસ્ટન્ટ કે સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓનો સીધો સંપર્ક કરી શકશે.ક્લસ્ટર મુજબ અધિકારીઓના સંપર્ક નંબર:ક્લસ્ટર નં. ૧ અને ૧૦ : સમીર સુમરા – ૯૧૫૭૧ ૧૭૦૬ક્લસ્ટર નં. ૨ અને ૧૧ : જાબીરહુશેન મનસુરી – ૯૦૯૯૭ ૩૦૬૬૫ક્લસ્ટર નં. ૩ : રાજલ ગોહેલ – ૭૪૩૫૮ ૫૨૫૦૫ક્લસ્ટર નં. ૪ અને ૫ : પાર્થ રાઠોડ – ૯૩૧૩૦ ૫૫૨૭૭ક્લસ્ટર નં. ૬ અને ૯ : ખુશ રાજ્યગુરૂ – ૯૩૨૭૨ ૯૫૦૯૬ક્લસ્ટર નં. ૭ અને ૮ : જયદિપ રંકજા – ૭૫૬૭૪ ૦૧૪૨૫વિવિધ વિભાગો માટેના સંપર્ક નંબર:ઇલેક્ટ્રિક વિભાગ : નૈનેશ મહેતા રોડ અને બ્રિજ કાર્યો : નીરવ પટેલ – ૮૧૬૦૯ ૨૮૮૪૧પાણી પુરવઠા વિભાગ : સાગર રૂપાલા – ૯૫૮૬૩ ૩૮૩૮૯ભૂગર્ભ ગટર અને બગીચા શાખા : આશીષ રાઠોડ – ૮૮૬૬૩ ૨૨૫૨૩ જર્જરીત બિલ્ડીંગ અંગેની ફરિયાદ માટે : પ્રતિક કૈલા – ૮૮૬૬૩ ૩૬૨૭૩મોરબી મહાનગરપાલિકાના સીટી ઈજનેર દ્વારા જણાવાયું છે કે, પ્રાપ્ત થતી તમામ ફરિયાદોનું પારદર્શક, સમયસર અને અસરકારક રીતે નિરાકરણ લાવવા માટે તંત્ર સતત પ્રતિબદ્ધ છે. શહેરની વ્યવસ્થા અખંડિત રહે તે માટે નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #PublicProblem #MorbiNews #GujaratNews #MorbiCity #CivicIssues #MorbiSmartCity