હળવદ : હળવદ તાલુકાના રાસંગપુર ગામે રહેતો દલવાડી પરિવાર ચરાડવા ગામે ચાલતી કથા સાંભળવા આવ્યો હતો ત્યારે તખુબેન ચતુરભાઈ પરમાર ઉ.70 નામના વૃધ્ધા ચરાડવા ગામે રહેતા પોતાના ભત્રીજીના ઘેર બેસવા જવા માટે કથા સ્થળેથી જતા હતા ત્યારે રસ્તો ઓળંગતી વેળાએ જીજે - 36 - આર - 9499 નંબરના કાર ચાલકે તખુબેનને હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર ઇજાઓ પહોંચતા તખુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ કાર ચાલક નાસી જતા ઘટના અંગે મૃતકના પુત્ર ઘનશ્યામભાઈ ચતુરભાઈ પરમારે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.