મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં આવેલ નેશનલ લેમીનેટ નામની ફેકટરીમાં કામ કરતો શિવમ ધર્મેન્દ્રભાઈ ગુપ્તા ઉ.26 નામનો યુવાન ગત તા.18ના રોજ લેબર કવાટર્સના પ્રથમ માળે ફોનમાં વાતો કરતો હતો ત્યારે વાત કરતા કરતા ઉંચાઈ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.