ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઓપનજીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, એમ્ફિથિએટર, સ્થાનિક શિલ્પ સ્થાપત્ય, LED લાઇટ્સ સહિતની સુવિધાઓ સાથે નગરજનોને નવું નજરાણું મળશેમોરબી: મોરબી શહેરના જનકલ્યાણ નગર અને આસપાસના વિસ્તારના રહીશો માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા મનોરંજન અને સ્વાસ્થ્યનું નવું નજરાણું ભેટમાં આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જનકલ્યાણ નગરમાં અંદાજિત રૂ. 1.95 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગાર્ડન બનાવવા માટે n-Procure પર ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરી દેવામાં આવી છે.શું હશે ગાર્ડનની મુખ્ય વિશેષતાઓ?મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં સ્માર્ટ સિટી લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળશે.જોગિંગ માટે રબરયુક્ત સોફ્ટ ટ્રેક (Rubberized surface) અને 1.8 થી 2.4 મીટર પહોળા પેવર બ્લોક ધરાવતો વોક-વે બનાવવામાં આવશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં યોગા કરવા માટે ખાસ પેવેલિયન અને કસરત માટે ઓપન જીમના સાધનો મૂકવામાં આવશે.બાળકો માટે પ્લે-ઝોન એરિયામાં હિંચકા, લપસણી અને ક્લાઈમ્બર્સ જેવા સાધનો સાથેનો સુરક્ષિત એરિયા, જેમાં બાળકોને ઈજા ન થાય તે માટે ખાસ રેતી અને સેફ્ટી મેટ્સનું ફ્લોરિંગ હશે.સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 80 થી 100 લોકોની ક્ષમતા ધરાવતું સ્ટેપ્ડ સીટિંગ એમ્ફીથિયેટર અને વિશાળ સેન્ટ્રલ ગ્રીન લોન વિકસાવવામાં આવશે.ફોટોશૂટ માટે નવું ફેવરિટ ડેસ્ટિનેશન બનશેઆ ગાર્ડન માત્ર હરવા-ફરવા માટે જ નહીં, પણ તેની સુંદરતાને કારણે આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં LED લાઈટિંગ ધરાવતા ડેકોરેટિવ ફુવારા, આકર્ષક વોટર ફીચર અને આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. કમ્પાઉન્ડ વોલ પર રંગબેરંગી વોલ પેઈન્ટિંગ અને સ્થાનિક શિલ્પ સ્થાપત્યના નમૂના મૂકાશે, જે યુવાનો માટે ફોટોશૂટનું ઉત્તમ સ્થળ બની રહેશે.સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગપર્યાવરણ અને જાળવણીને ધ્યાને રાખીને આ ગાર્ડનમાં સોલાર હાઇબ્રિડ LED લાઈટ્સ અને અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે. તેમજ વૃક્ષોના ઉછેર માટે ઓટોમેટેડ ડ્રિપ/સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ કાર્યરત થશે. મુલાકાતીઓ માટે ડિઝાઈનર ગેઝેબો, RCC અને વૂડ ફિનિશ ધરાવતા આધુનિક બાંકડા અને ઇન્ટરલોકિંગ ટાઇલ્સ ધરાવતું અલાયદું પાર્કિંગ પણ તૈયાર કરાશે.મોરબી મહાનગરપાલિકાના નાયબ ઇજનેર (ગાર્ડન શાખા) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા જ કામગીરી વેગવંતી બનશે. આ ગાર્ડન સાકાર થવાથી જનકલ્યાણ નગર વિસ્તારના રહીશોના જીવનધોરણમાં સુધારો થશે અને મોરબીને સ્માર્ટ સિટીની નવી ઓળખ મળશે.#Morbi #MorbiUpdate #MorbiNews #JankalyanNagar #MorbiMahanagarpalika #SmartCityMorbi #GujaratNews