મોરબી: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત પોતાના પ્લોટ પર મકાન બાંધવા ઈચ્છતા લોકો માટે ખાસ કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનામાં લાભાર્થીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 4,00,000 (ચાર લાખ)ની સહાય મળવાપાત્ર રહેશે.કોને મળશે લાભ?આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી હોવી જરૂરી છે. જે લાભાર્થીઓ પાસે ખુલ્લો પ્લોટ છે અથવા જેઓ કાચું, અર્ધકાચું કે જર્જરિત મકાન તોડીને નવું મકાન બનાવવા માંગે છે, તેઓ આ BLC (બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટક હેઠળ નોંધણી કરાવી શકશે. સરકારના નિયમો મુજબ બાંધકામ માટે કુલ 4 હપ્તામાં સહાય ચૂકવવામાં આવશે.કેમ્પનું સમયપત્રક અને સ્થળ:મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં તારીખ 19 થી 21 ફેબ્રુઆરી દરમિયાન સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી કેમ્પ યોજાશે:● તારીખ 19/02/2026 (ગુરુવાર): મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-1 ની કચેરી (જૂની વાવડી ગ્રામપંચાયત ઓફીસ), મોરબી.● તારીખ 20/02/2026 (શુક્રવાર): મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-2 ની કચેરી (જૂની અમરેલી ગ્રામપંચાયત ઓફીસ), મોરબી.● તારીખ 21/02/2026 (શનિવાર): મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-3 ની કચેરી (જૂની મહેન્દ્રનગર ગ્રામપંચાયત ઓફીસ), મોરબી.શહેરીજનોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, લાભાર્થીઓ ઓનલાઈન પોર્ટલ (pmaymis.gov.in/) મારફતે પણ અરજી કરી શકે છે.