એક વર્ષથી અધિકારીઓની કામ ચોર વૃતિને કારણે લાઈટો બંધ હાલતમાં: પૂર્વ સદસ્ય, મોરબી પાલિકા મોરબી: મોરબીના શનાળા બાયપાસ રોડ પર તૈયાર થયેલી સ્ટ્રીટ લાઈટો છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર પ્રશ્ને પૂર્વ સદસ્ય દ્વારા તંત્રને આખરી ઓલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.અધિકારીઓની કામચોરી સામે રોષ:મોરબી મહાપાલિકાના પૂર્વ સદસ્ય જયંતીભાઈ જી. વિડજાએ આક્ષેપ કર્યો છે કે, શનાળા બાયપાસ પર લાઈટો ફીટ થઈ ગઈ હોવા છતાં અધિકારીઓની 'કામચોર વૃત્તિ'ને કારણે આ લાઈટો હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.આંદોલનની ચીમકી:આ મામલે ડેપ્યુટી એન્જિનિયર (P.W.D. રાજકોટ) ને લેખિત જાણ કરવામાં આવી છે. જયંતીભાઈએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 2 દિવસમાં આ લાઈટો ચાલુ કરવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે બાયપાસ રોડ પર ચક્કાજામ કરવામાં આવશે. આ દરમિયાન ઊભી થનારી કોઈપણ પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી જે-તે વિભાગની રહેશે.