જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં મતદારોની સંખ્યા 7,87,133 થઈ : સૌથી વધુ 2,70,479 મતદાર વાંકાનેર બેઠકમાંમોરબી : મોરબી સહિત રાજ્યભરમાં નવેમ્બર માસથી શરૂ કરવામાં આવેલ SIRની કામગીરી પૂર્ણ થઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરની કામગીરી બાદ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરી છે.જેમાં 13588 મતદારોના નામ કમી થયા છે. સામે 18857 મતદારોના નામ ઉમેરાયા છે.મોરબી જિલ્લામાં 4 નવેમ્બરથી સરની કામગીરી શરૂ કરી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ 8,42,069 મતદારોને ગણતરી ફોર્મ આપવામાં આવ્યા હતા. જે બાદ મૃત, સ્થળાંતર, ગેરહાજર અને બેવડાયેલ મતદારોની ઓળખ કરવામાં આવી હતી. હાલમાં મોરબી જિલ્લામાં મોરબી વિધાનસભા બેઠકમાં 2,68,340, ટંકારા વિધાનસભામાં 2,48,314 અને વાંકાનેર બેઠકમાં સૌથી વધુ 2,70,479 મતદારો નોંધાયા હોય સર બાદ મોરબી જિલ્લામાં મતદારોની સંખ્યા 7,87,133 થઈ છે.મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન એટલે કે, સર પ્રક્રિયા બાદ 7,81,864 મતદારોને સમાવી લઈ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ હાથ ધરવામાં આવી હતી. જે બાદ હક્ક દાવાની સુનાવણી કરી નવા 18,857 મતદારોના નામ ઉમેરવામાં આવ્યા હતા. સાથે જ 13,588 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.જાન્યુઆરી 2025ની તુલનાએ 54,936 મતદારો ઘટયાજાન્યુઆરી 2025ની તુલનાએ મતદારોની તપાસણી કરતા જિલ્લામાં ત્રણેય વિધાનસભા બેઠકમાં નવી મતદારયાદીમાં 54,936 મતદારોનો ઘટાડો થયો છે. સાથે જ અગાઉ નોંધાયેલ 10 અન્ય મતદારોની સંખ્યામાં પણ 6 મતદારોનો ઘટાડો થયો છે.