મોરબી : મોરબીના મધુપુર (મેલડીધામ) ખાતે આગામી રવિવારના રોજ ભક્તિસભર માહોલમાં શ્રી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાવા જઈ રહ્યો છે. આ ધાર્મિક પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમની વિગતોજયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (આશાપુરા એન્ટરપ્રાઇઝ ગ્રુપ) દ્વારા આયોજિત આ માંડવામાં તારીખ 22/02/2026, રવિવારના રોજ માતાજીના સાનિધ્યમાં ભુવાઓના સામૈયા, થાંભલી રોપણ અને માંડવાના દર્શનનો લ્હાવો ભક્તો લઈ શકશે.સમય પત્રક • ભુવાના સામૈયા: સાંજે 05:30 કલાકે • મહા આરતી: સાંજે 7:00 કલાકે • મહા પ્રસાદ: સાંજે 8:00 કલાકે • ડાક ડમરુંની રમઝટ: રાત્રે 9:00 કલાકેઆ ધાર્મિક ઉત્સવમાં ડાક-ડમરુના તાલે માતાજીના ગુણગાન ગાવા માટે રાવળ દેવ દિનેશભાઈ અને દેવરૂદ્ર રાવળદેવ પોતાની કલા પીરસશે. આશાપુરા એન્ટરપ્રાઇઝ ગ્રુપ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને સહપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ 'meldidham_madhupur' યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાશે.