મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) 10 ફેબ્રુવારી,2026ના રોજ 83 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમા ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઉંડાણમાં તપાસ કરતા જણાયું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 78% છે, આંચકી આવેલી છે, હૃદયના ધબકારા અનિયમિત છે, લોહીની ઉલટી થય છે અને એમને એસ્પિરેશન ન્યુમોનીયા નામની ગંભીર બિમારી લાગુ પડેલ છે, દર્દીનું સોડિયમ લેવલ ખુબ ઓછું છે, ફેફસામાં બંને બાજુ અતિશય ચેપ ફેલાયેલો છે, તેમજ દર્દીનું GCS લેવલ ખૂબ ઓછુ જણાતા અને શ્વસનક્રિયા અતિશય ગંભીર હોવાથી તેમને તાત્કાલીક વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યાં. આમ 83 વર્ષની ઉંમરની સાથે આટલી બધી જીવલેણ બીમારીઓ એક સાથે લાગુ પડેલ હોવા છતાં ડો.સત્યજીતસિંહ જાડેજાનું ઉડાણ પૂર્વકનું નિદાન અને સચોટ સારવાર ફરીવાર સફળ થતા અને દર્દીને ખૂબ સારૂ થઇ જતા માત્ર એક અઠવાડિયામાં દર્દી ની હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી. આમ ડૉ.સત્યજીતસિંહ જાડેજા સાહેબના નેતૃત્વમાં આયુષ હોસ્પિટલમાં અનેક દર્દીઓના સચોટ નિદાન અને સતત સફળતાપૂર્વકની સારવારના પગલે અનેક દર્દીઓને નવજીવન મળેલા છે અને એમના નામે વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. આથી સમગ્ર મોરબી અને કચ્છ જિલ્લાના દર્દીઓ માટે આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ એક આશાનું કિરણ બન્યા છે. તેમ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.