મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગંદકી અને ખખડધજ રસ્તાઓને કારણે રહીશોની હાલત કફોડી બની છે. લાંબા સમયથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાને કારણે રસ્તાઓ પર ઠેર-ઠેર ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. એટલું જ નહીં, રસ્તા પર મોટા પથ્થરો અને કાટમાળના ઢગલા ખડકાયેલા હોવાથી વાહનચાલકો તો ઠીક, રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.રખડતા ઢોરનો જમાવડોઆ ગંદકી અને અવરોધો વચ્ચે રખડતા ઢોરોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. સાંકડી ગલીઓમાં ગાયો અને આખલાઓના અડીંગાને કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધોમાં સતત ભયનો માહોલ રહે છે.સ્થાનિકોની માંગ સ્થાનિક રહીશ મુકેશભાઈ કતીરાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા એક મહિનાથી અમે આ હાડમારી ભોગવી રહ્યા છીએ. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સીધો હસ્તક્ષેપ કરે અને આ વિસ્તારની ગંદકી તેમજ રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.