મોરબી: મોરબીના નેશનલ હાઈવે પરથી પસાર થતા એક ડમ્પર દ્વારા માર્ગ પર રગડો ઢોળવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડમ્પરમાંથી સતત પ્રવાહી કચરો (રગડો) રોડ પર વેરાઈ રહ્યો છે, જેના કારણે રસ્તો સફેદ થઈ ગયો છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે.આવી બેદરકારીને કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાહનચાલકોના જણાવ્યા અનુસાર, રોડ પર વેરાતા આ કચરાને કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે. આ ડમ્પર પર કોઈ નંબર પ્લેટ પણ સ્પષ્ટ દેખાતી નથી, જેને લઈને આરટીઓ અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શું જવાબદાર તંત્ર આવા બેદરકાર ડમ્પર ચાલકો સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી જનતાએ આવી જ રીતે હાલાકી વેઠવી પડશે?#MorbiUpdate #MorbiNews #HighwayIssue #TrafficRules #Pollution #MorbiPolice #RTO #PublicSafety #ViralVideo