દરેક મહાપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે : મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત આવાસ ફાળવાશેમોરબી : ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ મોરબી જિલ્લા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. ખાસ કરીને મોરબીની ઓળખ સમાન એલ.ઈ. કોલેજ અને ગ્રામ્ય વિસ્તારના વહીવટી તંત્ર માટે આ બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. બજેટમાં મોરબીને સ્પર્શતી મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:મોરબીની L.E. કોલેજ માટે રૂ.૩૫ કરોડની ફાળવણી અને 'ઓટોનોમસ' દરજ્જોરાજ્યના ટેકનિકલ શિક્ષણને વેગ આપવા માટે મોરબીની ઐતિહાસિક લખધીરજી એન્જિનિયરિંગ (L.E.) કોલેજ માટે સરકારે ખાસ પ્લાન જાહેર કર્યો છે. એલ.ઇ. કોલેજ, મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ અને લેબોરેટરીઝના અપગ્રેડેશન માટે જોગવાઈ કરવામાં આવી છે. કોલેજમાં નવા કોર્સીસ શરૂ કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે આ સંસ્થાને ઓટોનોમસ (સ્વાયત્ત) દરજ્જો આપવાનું આયોજન છે, જેના માટે કુલ ₹૩૫ કરોડની માતબર રકમની જોગવાઈ સૂચવવામાં આવી છે. આનાથી મોરબીના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ અત્યાધુનિક ટેકનિકલ શિક્ષણ મળી રહેશે.માળિયા અને ટંકારામાં નવા મહેસૂલી ભવન બનશેવહીવટી સરળતા માટે અને નાગરિકોને એક જ સ્થળેથી સુવિધાઓ મળી રહે તે હેતુથી મહેસૂલ વિભાગ હેઠળ નવી ઈમારતો બનાવવાની જાહેરાત થઈ છે. મોરબી જિલ્લાના માળિયા (મી.) અને ટંકારા ખાતે નવા મહેસૂલી ભવનનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના અન્ય તાલુકાઓ સાથે મળીને આ મહેસૂલી ભવનો અને વસાહતોના બાંધકામ માટે કુલ ₹૨૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.દરેક મહાનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશેબજેટમાં દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેથી મોરબીમાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિર્માણ પામશે. આ ઉપરાંત ફ્લાય ઓવરની નીચેની બાજુએ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવવાનું જાહેર કરવામાં આવ્યું છે.મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત આવાસ ફાળવવામાં આવશેમીઠું પકવતા અગરિયાઓ માટે બજેટમાં મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં અગરિયાઓને યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા ₹૨૫ કરોડની જોગવાઇ કરાઈ છે. મોરબી જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં અગરિયાઓ વસે છે. જેને આ આવાસનો લાભ મળશે.