સિરામિક ઉદ્યોગ માટે કોઈ સીધી જાહેરાત નહિ પણ MSME માટે રૂ.1775 કરોડની જોગવાઈ તેમજ નિકાસ પ્રોત્સાહન માટે નવી કાઉન્સિલ રચવાની જાહેરાત ફાયદારૂપી બનશેમોરબી : ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરવામાં આવેલા ઐતિહાસિક બજેટમાં, રાજ્યના સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વમાં ડંકો વગાડતા મોરબીના સિરામિક ઉદ્યોગને સીધી રીતે સ્પર્શતી જાહેરાત કરવામાં આવી નથી. જોકે, સિરામિક ઉદ્યોગને પરોક્ષ રીતે અસર કરી શકે તેવી બે જોગવાઈઓ કરવામાં આવી છે.● MSME માટે જોગવાઈમોરબીના મોટાભાગના એકમો MSME હેઠળ આવે છે. બજેટમાં 'આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME' માટે ₹૧૭૭૫ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે, જેનો લાભ મોરબીના એકમો લઈ શકશે.● નિકાસ પ્રોત્સાહન માટે નવી કાઉન્સિલ રાજ્યની નિકાસને વેગ આપવા માટે 'ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC)' ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. આનાથી સિરામિક ટાઈલ્સની નિકાસમાં ભવિષ્યમાં મદદ મળી શકે છે, પરંતુ તે સમગ્ર રાજ્યના તમામ ઉદ્યોગો માટે છે.એકસપોર્ટ કાઉન્સિલ સ્થાપવાથી નિકાસને ભરપૂર પ્રોત્સાહન મળશે : નિલેશભાઈ જેતપરિયાકેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 26 ટકા જેવો છે. એકસપોર્ટ કાઉન્સિલ સ્થાપવાથી નિકાસમાં અવરોધરૂપ બનતા પ્રશ્નોનો હલ આવશે. નિકાસને ભરપૂર પ્રોત્સાહન મળશે. જેના કારણે ગુજરાતની નિકાસમાં પણ ઉછાળો આવશે.દેશના વિકાસમાં MSMEનો રોલ મહત્વનો, બજેટમાં તેને પ્રોત્સાહન અપાયું : મનોજભાઈ પટેલસિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા એ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેને એસોસિએશન આવકારે છે. MSME ઉદ્યોગો જે રાજ્ય અને દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તેને આગળ લઈ જવા માટે માતબર રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત એકસપોર્ટ કાઉન્સિલની સ્થાપના કરવાની પણ જાહેરાત થઈ છે. જેનાથી એકસપોર્ટરોને ખૂબ મદદ મળશે અને એકસપોર્ટ પણ વધશે. ઉદ્યોગોના વિકાસ સાથે કિંમતી વિદેશી હુંડિયામણ આવવાથી દેશના અર્થતંત્રને પણ બુસ્ટર મળશે.