સંતો અને સાંખ્યયોગી બહેનો સહિત 101 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે સ્વામિનારાયણ મંદિરના સુવર્ણ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રૂડા અવસરે માનવ સેવાના કાર્યરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સેવાકીય પ્રવૃત્તિનો ત્રિવેણી સંગમસદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી અને સંસ્કાર બ્લડ સેન્ટર-મોરબીના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. જેમાં હરિભક્તોની સાથે સાથે સંતો અને સાંખ્યયોગી બહેનોએ પણ રક્તદાન કર્યું હતું. સમગ્ર કેમ્પ દરમિયાન કુલ 101 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.આ આયોજનને સફળ બનાવવામાં સ.ગુ. શાસ્ત્રી દિવ્યપ્રકાશદાસજી સ્વામી તથા સ.ગુ. નીલકંઠ પ્રસાદદાસજી સ્વામી તેમજ પી.એમ. માકાસણા તથા તમામ હરિભક્તોનો સહયોગ રહ્યો હતો. મહોત્સવની ભવ્યતા વચ્ચે રક્તદાન જેવી પવિત્ર પ્રવૃત્તિથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સ.ગુ. પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ તમામ રક્તદાતાઓ, સંતો અને આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.