મોરબી : માળીયા મિયાણા - જામનગર હાઇવે પર સરવડ નજીક ગત તા.15 જાન્યુઆરીના રોજ બાઈક લઈને જઈ રહેલા ટંકારાના ઘુનડા ખાનપર ગામના રહેવાસી પ્રભુલાલ અરજણભાઈ વાઘેલાના બાઈક સાથે જીજે - 23 - એએ - 6237 નંબરના બાઈક ચાલકે અકસ્માત સર્જતા પ્રભુલાલ, પ્રાચી અને સુમનને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આરોપી બાઈક ચાલક સાથે સમાધાનની વાત ચાલતી હતી પરંતુ સમાધાન ન થતા અંતે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.