વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ આદિત્ય કારખાનામાં કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની બુડુભાઈ બસુભાઈ ગોડા ઉ.40 નામના શ્રમિક ગત તા.5ના રોજ કારખાના નજીક પગપાળા જતા હતા ત્યારે જીજે - 36 - બીએ - 5839 નંબરના બાઇક ચાલકે પાછળથી ઠોકર મારતા માથાના ભાગે તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ બાદ બાઈક ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે ઇજાગ્રસ્ત બુડુભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.