માંસ-મટનનું વેચાણ ચાલુ રાખી જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન : વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ દ્વારા કડક કાર્યવાહીની માંગમોરબી: પવિત્ર મહાશિવરાત્રી નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા કતલખાના અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં, શહેરના વિવિધ વિસ્તારોમાં આ જાહેરનામાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. પવિત્ર તહેવારના દિવસે જ માંસ-મટન અને મચ્છીનું વેચાણ ચાલુ રહેતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. જેના પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તંત્ર સામે સવાલો ઉઠાવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.જાહેરનામું માત્ર કાગળ પર?ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના પત્ર ક્રમાંક UDUHD/MRT/e-file/18/2024/1118/P-Section (તા. ૧૧/૦૨/૨૦૨૬) ના સંદર્ભમાં, મોરબી મહાનગરપાલિકા કમિશનર દ્વારા ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ મહાશિવરાત્રી નિમિત્તે તમામ કતલખાનાઓ બંધ રાખવા અને માંસ, મટન, ચિકન તથા મચ્છીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. સંગઠનોના જણાવ્યા અનુસાર આ આદેશનું પાલન કરાવવામાં પાલિકા તંત્ર વામણું પુરવાર થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મોરબીના વિવિધ વિસ્તારોમાં દુકાનો, કતલખાનાઓ અને નોન-વેજની લારીઓ રાબેતા મુજબ ધમધમતી જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ જ્યારે શિવાલયોમાં પૂજા-અર્ચના કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ પ્રતિબંધિત વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું.હિન્દુ સંગઠનોમાં આક્રોશઆ બાબતને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ગંભીરતાથી લીધી છે. સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, 'શું આ વેપારીઓ સરકાર અને કાયદાથી પણ મોટા છે? મહાશિવરાત્રી જેવા પવિત્ર દિવસે હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડીને જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે. આ સીધેસીધું કાયદાનું ઉલ્લંઘન છે.'કડક કાર્યવાહીની માંગવિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કમિશનર અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ વિષયને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે. જાહેરનામાનો ભંગ કરનારા આવા તત્વો સામે તાત્કાલિક ધોરણે ગુના દાખલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે દાખલારૂપ કડક પગલાં લેવામાં આવે.