મોરબી : મોરબીમાં ન્યૂ રીલીફ નગર મેઈન રોડ અરૂણોદયનગર પાસે આવેલ બાલમંદિર પાસે બાલા હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરને 18 વર્ષ પૂર્ણ થયા છે અને 19 માં વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ધુન, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અને મહાપ્રસાદનો લાભ લીધેલ હતો.કાર્યક્રમની રૂપરેખા મુજબ શ્રી બાલા હનુમાન મંદિર ખાતે ગઇકાલ તા. 16/02/2026 ના રોજ સાંજે 5 વાગ્યે ધુન મંડળ દ્વારા ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાઇ હતી. અને બાદમાં અરુણોદયનગર રિલિફનગર અને રોટરી નગર સહિતની આસપાસની સોસાયટીના લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.