મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જિલ્લા ભાજપની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં જિલ્લાના બે યુવા અને સક્રિય નેતાઓ નિર્મલ જારીયા અને તપન દવેની જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.નિર્મલ જારીયા: સંગઠન અને સદસ્યતા અભિયાનમાં શ્રેષ્ઠ દેખાવમોરબીના યુવા પ્રતિભાવશાળી નેતા નિર્મલ સામતભાઈ જારીયાની જિલ્લા મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. નિર્મલ જારીયાએ અગાઉ જિલ્લા ભાજપમાં મંત્રી, ઉપપ્રમુખ, વાંકાનેર તાલુકાના પ્રભારી તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે મહત્વની જવાબદારીઓ નિભાવી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન 2025માં તેમણે મોરબી જિલ્લામાં સૌથી વધુ 5,600થી વધુ સભ્યો બનાવી પ્રદેશ કક્ષાએ પોતાની કામગીરીની નોંધ લેવડાવી હતી. તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સ્વચ્છ વ્યક્તિત્વને ધ્યાને રાખી આ નવી જવાબદારી સોંપવામાં આવી છે.તપન દવે: સૌથી નાની વયના બિનહરીફ સદસ્યથી મહામંત્રી સુધીની સફરહળવદના ગૌભક્ત અને સેવાભાવી યુવા નેતા તપન દવેને પણ જિલ્લા ભાજપના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તપન દવે છેલ્લા 15 વર્ષથી ભાજપમાં સક્રિય છે અને સંગઠન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, તપન દવે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે હળવદ નગરપાલિકાના બિનહરીફ સદસ્ય તરીકે ચૂંટાઈ આવવાનું બહુમાન ધરાવે છે. રાજકારણની સાથે તેઓ સામાજિક ક્ષેત્રે, ગૌભક્તિ અને રક્તદાન જેવી પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાની તેમની કાર્યપદ્ધતિને કારણે તેઓ કાર્યકરોમાં લોકપ્રિય છે.આ બંને યુવા નેતાઓની નિમણૂક થતા જ મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. મોરબી અને હળવદ પંથકના રાજકીય આગેવાનો, વેપારી મંડળો અને કાર્યકરો દ્વારા નિર્મલ જારીયા અને તપન દવેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #BJP #MorbiBJP #NirmalJariya #TapanDave #GujaratPolitics #MorbiNews #Halvad