મોરબી : મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ એક બાદ એક કામો શરૂ થઈ રહ્યા છે. અગાઉ શહેરના મુખ્ય માર્ગો બનાવ્યા બાદ હવે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવનાર છે. મળતી વિગતો અનુસાર, આસ્વાદ પાનથી અર્શ બેકરી (લાતી પ્લોટ મેઈન રોડ જંકશન) સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં આવતી હોવાથી આ સદર રોડ આગામી તા. ૧૮/૦૨/૨૦૨૬ થી લઈને તા. ૨૬/૦૨/૨૦૨૬ સુધી બંધ રહેશે. રોડ બંધ રહેવાના કારણે મોરબી મહાનગરપાલિકાના સીટી ઈજનેર દ્વારા મોરબીની જનતાને આ સમયગાળા દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા જણાવાયું છે, જેની જાહેર જનતાએ નોંધ લેવી. #Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #RoadClosed #TrafficUpdate #LatiPlot #MorbiCity