સાધુ-સંતો અને મહાનુભાવો આપશે માર્ગદર્શન : લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાનમોરબી: મોરબીમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક એકતાના ઉદ્દેશ્ય સાથે આગામી દિવસોમાં ભવ્ય ‘હિન્દુ મહા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. રવાપરની હિન્દુ મહા સંમેલન સમિતિ -ક્રિષ્ના વસ્તીદ્વારા આ કાર્યક્રમ ૨૪ ફેબ્રુઆરીને મંગળવારના રોજ રાત્રે યોજાશે.આ સંમેલનમાં હિન્દુ ધર્મના ઉત્થાન, સામાજિક સમરસતા, સ્વદેશી જાગરણ, પર્યાવરણ અને કુટુંબ પ્રબોધન જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (R.S.S.)ના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી ડો. જયંતીભાઈ ભાડેશિયા હાજરી આપશે. જ્યારે મુખ્ય વક્તા તરીકે બોટાદના ભજનાનંદ આશ્રમના સ્વામી આત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહીને સંગઠન અને ધર્મસેવા વિષયે પ્રેરક ઉદ્દબોધન કરશે. તેમજ બગથળા નકલંક મંદિરના દામજી ભગત દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે.કાર્યક્રમની વિગત:● તારીખ: ૨૪/૦૨/૨૦૨૬, મંગળવાર (ફાગણ સુદ-૮)● સમય: રાત્રે ૮:૦૦ કલાકે● સ્થળ: કુલદેવી પાન સામેનું મેદાન, શક્તિ ટાઉનશીપની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી.