મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 17 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ વિવિધ જણસી અને શાકભાજીની આવક થવા પામી છે. જેમાં આજે 605 ક્વિન્ટલ એટલે કે 3025 મણ કપાસની આવક થઈ છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1551 રૂપિયા સુધી બોલાયા છે. તો આ તરફ 131 ક્વિન્ટલ 655 મણ તુવેરની આવક થઈ છે અને તુવેરના ભાવ પ્રતિમણના રૂ. 1531 સુધી બોલાયા છે.તો 143 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 543 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે મગફળીના 1510, જીરુંના 4080, સોયાબીનના 985, જુવારના 851, અડદના 1470, ચણાના 1036, એરંડાના 1250, રાયના 1257 અને રાયડાના 1160 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 900, ગુવારના 1600, ભીંડાના 800, ટમેટાના 300, કોબીજના 200, કાકડીના 400, લીંબુના 700, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.