મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 16 ફેબ્રુઆરી ને સોમવારના રોજ વિવિધ જણસી અને શાકભાજીની આવક થવા પામી છે. જેમાં આજે 423 ક્વિન્ટલ એટલે કે 2115 મણ કપાસની આવક થઈ છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1574 રૂપિયા સુધી બોલાયા છે. તો આ તરફ 191 ક્વિન્ટલ 955 મણ તુવેરની આવક થઈ છે અને તુવેરના ભાવ પ્રતિમણના રૂ. 1543 સુધી બોલાયા છે.તો 123 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 543 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે તલના સૌથી ઉંચા ભાવ 1908, મગફળીના 1450, જીરુંના 4130, જુવારના 900, અડદના 1554, ચણાના 1029, એરંડાના 1240, કાળા તલના 2500, રાયના 1244 અને રાયડાના 1172 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 900, ગુવારના 1600, ભીંડાના 800, ટમેટાના 300, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 700, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.