મોરબી : મોરબી શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મચ્છુ નદી પર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડ સુધી નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરાઈ હતી. આ બ્રિજ માટે મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.પ્રોજેક્ટની મુખ્ય વિગતો:● ક્યાં બનશે બ્રિજ?: આ નવો બ્રિજ મચ્છુ નદી પર હાલના પાડાપુલની ડાઉનસ્ટ્રીમ બાજુએ બનાવવામાં આવશે. આ બ્રિજ શાંતિવન આશ્રમથી શરૂ થઈ મોરબી-૨ વિસ્તારમાં આવેલા વેજીટેબલ રોડ સુધી લંબાવવામાં આવશે.● ખર્ચ: આ પ્રોજેક્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની યોજના અંતર્ગત હાથ ધરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ રૂ. ૪૦.૦૦ કરોડ છે.● ડિઝાઇન: પ્રસ્તાવિત બ્રિજમાં અંદાજીત ૧૬ ગાળા હશે. તેમાં ૧૦.૫૦ મીટર પહોળો કેરેજ-વે (વાહન વ્યવહાર માટેનો રસ્તો) અને બન્ને બાજુ ૧.૫૦ મીટર પહોળી ફુટપાથ બનાવવામાં આવશે.શા માટે જરૂર પડી?હાલમાં મચ્છુ નદી પર એક આવન અને એક જાવન માટેના બ્રિજ ઉપલબ્ધ છે, જેના પરથી સમગ્ર શહેરનો ટ્રાફિક પસાર થાય છે. આના કારણે શહેરમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ નવા બ્રિજના નિર્માણથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.કોને થશે ફાયદો?આ બ્રિજ બનવાથી નીચે મુજબના વિસ્તારના રહીશોને મોટી રાહત મળશે:● વીસીપરા● લાયન્સનગર● રણછોડનગર● અમરેલી વિસ્તાર● મોરબી-૨થી વિશીપરા વચ્ચે અવરજવર કરતા નાગરિકો