મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા બુધવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશેમોરબી: મોરબી શહેરના જાણીતા “કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક” દ્વારા આગામી 18 ફેબ્રુઆરીના રોજ એક વિશેષ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ષોના અનુભવી ડોક્ટર દ્વારા દર્દીઓને વિનામૂલ્યે તપાસ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.અનુભવી નિષ્ણાંત દ્વારા નિદાનઆ કેમ્પમાં 12 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને જાણીતા કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ ડો. મીતલ રૈચાણી (B. Physio - M.I.A.P.) પોતાની સેવાઓ આપશે. જેઓ વિવિધ પ્રકારના જટિલ શારીરિક દુખાવા અને નસોની તકલીફોના નિદાનમાં નિષ્ણાત માનવામાં આવે છે.કેમ્પમાં કઈ કઈ તકલીફોનું નિદાન થશેકેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આયોજિત આ કેમ્પમાં નીચે મુજબની શારીરિક સમસ્યાઓ ધરાવતા દર્દીઓ લાભ લઈ શકશે: • કમર, ગરદન, ઘૂંટણ, ખભા અને એડીનો દુખાવો તેમજ સાઇટિકા અને સાંધાના વા (Arthritis) ની તકલીફ. • મણકા અને ગાદીના ધસારાને કારણે દબાતી નસોની સારવાર. • હાથ, પગ તેમજ મોઢાના લકવાની સારવાર. • વેરિકોઝ વેન્સ, પગની નસ અને સ્નાયુની ગાંઠની સારવાર • ફ્રેક્ચર બાદ જકડાઈ ગયેલા સાંધાની સારવાર • મનોચિકિત્સક બાળકોની સારવારકેમ્પની વિગતો અને સમય • તારીખ: 18 ફેબ્રુઆરી 2026, બુધવાર • સમય: સવારે 9:00 થી 12:00 અને સાંજે 04:30 થી 08:00 સુધી • સ્થળ: કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક, શીવ કોમ્પ્લેક્ષ, બીજો માળ, સંતોષ સિલેક્શનની બાજુમાં, મોરબી-2કેમ્પમાં વ્યવસ્થા જાળવવા માટે એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. રસ ધરાવતા દર્દીઓએ વહેલી તકે મોબાઈલ નંબર 9727841107 પર સંપર્ક કરી પોતાનું નામ નોંધાવી દેવા જણાવાયું છે.