ધ્રોલ : ધ્રોલ તાલુકાના લતીપર ગામે આગામી સમયમાં એક અનોખો જ્ઞાન યજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. ગંગેશ્વર મહાદેવ અને રામદેવજી મહારાજના સાનિધ્યમાં માતા-પિતા વિહોણી દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના લાભાર્થે ભવ્ય જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.કથા અને કાર્યક્રમની રૂપરેખા: • કથા પ્રારંભ: તારીખ 22/02/2026, રવિવાર. • કથા સમાપન: તારીખ 28/02/2026, શનિવાર. • કથા સ્થળ: ગંગેશ્વર મહાદેવ મંદિર, લતીપર-પીઠડ રોડ, લતીપર. • કથાનો સમય: સવારે 09:30 થી 12:00 અને બપોરે 03:00 થી 05:00 કલાક સુધી.• વક્તા: પ્રભુદાસજી (સંસારમાં કંસાર ગ્રંથના લેખક અને વાત્સલ્ય બાલાશ્રમના સ્થાપક) દ્વારા જ્ઞાનપીરસવામાં આવશે.પોથીયાત્રા અને યજમાન:કથાના પૂર્વે એટલે કે તારીખ 21/02/2026 ને શનિવારના રોજ બપોરે 03:30 કલાકે ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ પોથીયાત્રાના મુખ્ય યજમાન તરીકે માલાણી ગોરધનભાઈ ખોડાભાઈ છે, અને પોથીયાત્રાનું પ્રસ્થાન તેમના ઘરેથી થશે.જીવનલક્ષી 34 વિષયો પર માર્ગદર્શનઆ જ્ઞાન યજ્ઞની વિશેષતા એ છે કે તેમાં મનુષ્ય જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓ અને તેના સમાધાન માટે સનાતન ધર્મના સાત મહાગ્રંથો (રામાયણ, મહાભારત, ભાગવત, શિવપુરાણ વગેરે) ના આધારે 34 જેટલા ગૂઢ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. જેમાં મોહ-માયા, વ્યભિચારના પરિણામો, સાસુ-વહુના સંબંધો, અને કન્યાદાન જેવા પ્રસ્તુત વિષયોનો સમાવેશ થાય છે.આ ધર્મમય અવસરે પધારવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.