મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ગઈકાલે સાંજના સમયે જીજે - 12 - બીવી - 6603 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે ચોટીલાથી મોરબી આવી રહેલા ફરિયાદી રાજેશભાઇ બાલકૃષ્ણભાઈ ભટ્ટ રહે.સૌરભ રેસિડેન્સી, આર.કે.નગર મેઈન રોડ, રાજકોટ વાળાની જીજે - 03 - એચકે - 1943 નંબરની હોન્ડા અમેજ કારને હડફેટે લઈ ડ્રાઇવર સાઈડના બન્ને દરવાજા તેમજ ટાયરમાં રૂ.60 હજારનું નુકશાન પહોંચાડયુ હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે કન્ટેનર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.