મોરબી : મહાશિવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા સેવા અને ભક્તિનો સુંદર સમન્વય સર્જવામાં આવ્યો હતો. બંનેના સંયુક્ત ઉપક્રમે જડેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય દરમિયાન બહેનોએ સમગ્ર મંદિર પરિસરને સ્વચ્છ કરી, શિવ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવી ભગવાન શિવની ભવ્ય અને મનોહર પ્રતિમા તૈયાર કરી હતી.