ખેત મજૂરોની વેદના અને પડતર માંગણીઓનો પડઘો પડ્યો: 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ટંકારા ખાતે બે દિવસીય 'ભગોરિયા મેળો' યોજાશે ટંકારા : ગઈકાલે 14 ફેબ્રુઆરીના રોજ ટંકારાની ધરતી પર એક ઐતિહાસિક દ્રશ્ય જોવા મળ્યું હતું. ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતીના અવસરે આદિવાસી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોરબી સહિત રાજકોટ, અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના હજારો આદિવાસી ભાઈ-બહેનો અને આગેવાનો ઉમટી પડ્યા હતા.ખેત મજૂરોની વેદના અને પડતર માંગણીઓનો પડઘોઆ સંમેલનમાં મુખ્યત્વે ખેત મજૂરોના શોષણ અને પાયાની સુવિધાઓ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં નીચે મુજબની મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી. • રોજગારી અને ફંડ: ખેત મજૂરોને પૂરતી રોજગારી મળે અને અછત રાહતના સરકારી ફંડમાં યોગ્ય હિસ્સો મળે. • શિક્ષણ અને સુવિધા: અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો માટે પ્રાથમિક શિક્ષણ અને શૌચાલયોની તાત્કાલિક વ્યવસ્થા થાય. • શોષણ સામે લાલ આંખ: ચોથા કે પાંચમા ભાગે મજૂરી કરાવી શોષણ કરતા ખેડૂતો સામે કાયદેસરના પગલાં લેવાની રજૂઆત કરાઈ. તેમજ જો ખેત મજૂરોને 'ત્રીજા ભાગ' મુજબ યોગ્ય મહેનતાણું નહીં મળે, તો ખેતીકામ છોડી કાયમી ધોરણે કારખાના-ફેક્ટરીમાં કામે ચડી જવાની હાકલ કરવામાં આવી છે.બંધારણીય અધિકારો અને રાજકીય જાગૃતિઅમદાવાદથી ખાસ પધારેલા હાઈકોર્ટના એડવોકેટ સમ્રાટ અશોકે અનુસૂચિત જનજાતિને મળતા બંધારણીય અધિકારો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તો ગુજરાત પ્રદેશ બસપાના પૂર્વ મહાસચિવ નાગજીભાઈ ચૌહાણે ખેતમજૂરોને સ્થાયી વસવાટ અને યોગ્ય ઉમેદવારને જ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે ચાર વખત સરકાર બનાવનાર બહેન કુમારી માયાવતીજીના સંઘર્ષને પણ યાદ કર્યો હતો.સાંસ્કૃતિક નૃત્યો અને 'ભગોરિયા મેળા'નું આયોજનમહાસંમેલનમાં આદિવાસી યુવાનોએ દેશી ઢોલના તાલે પરંપરાગત નૃત્યો રજૂ કરતા વાતાવરણ રંગીન બની ગયું હતું. આ સાથે જ આગામી 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ટંકારા ખાતે બે દિવસીય 'ભગોરિયા મેળા'નું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં 50 હજારથી વધુ લોકો જોડાશે તેવી સંભાવના છે.ઉપસ્થિત અગ્રણીઓ અને ક્રાંતિકારી યુવા નેતાઓઆ કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે અનેક જિલ્લાઓનો પ્રવાસ ખેડ્યો હતો. આ તકે એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ (મુખ્ય કન્વીનર), નાગજીભાઈ ચૌહાણ (બહુજન અગ્રણી), એડવોકેટ સમ્રાટ અશોકભાઈ, એડવોકેટ તૃષ્ણા પાટેકર, એડવોકેટ જોશનાબેન ચૌહાણ, લલિતભાઈ પરમાર (મધ્યપ્રદેશ), કૈલેશભાઈ મોહનીયા (ધાનપુર), બાબુભાઈ પલાશ (ધાનપુર), કનુભાઈ પસાયા (ધાનપુર), પરવતભાઈ બામણીયા (ધાનપુર), જાલમભાઈ મોહનીયા (ધાનપુર), મહેશભાઈ કટારા (ધાનપુર), કનેશભાઈ ભૂરિયા (દાહોદ), પરવતભાઈ સંગોળ (ધાનપુર), નરસિંગભાઈ સંગોળ (ધાનપુર), ઈશ્વરભાઈ ડામોર (અલીરાજપુર), દિનેશભાઈ વસુનીયા (ધાનપુર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આમ, ટંકારા ખાતે યોજાયેલું આ સંમેલન આદિવાસી સમાજના હક્કો માટે એક નવી દિશા આપનારું સાબિત થયું છે.