મોરબી: મોરબીમાં આગામી તા. 17/02/2026 ને મંગળવારના રોજ ગોખલાવાળી મસાણી મેલડી માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને મહાઆરતીનું સુંદર આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમ વિ.સી. ફાટક અંદર, કેશવાનંદ બાપુના આશ્રમ પાસે, ધોળેશ્વર સ્મશાન, મોરબી ખાતે યોજાશે. આ પવિત્ર પ્રસંગે આયોજકો દ્વારા તમામ ભાવિક ભક્તોને યજ્ઞના દર્શન, મહાપ્રસાદ તથા મહાઆરતીનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમની રૂપરેખા• યજ્ઞ પ્રારંભ - સવારે 08:00 કલાકે • યજ્ઞ પૂર્ણાહુતિ - બપોરે 01:00 કલાકે • મહાપ્રસાદ - બપોરે 12:30 કલાકે થી શરૂ • મહાઆરતી - સાંજે 07:00 કલાકે