ઇકો સહિત 3.38 લાખનો મુદામાલ કબ્જે કરતી પોલીસ : આરોપી ફરારહળવદ : હળવદ તાલુકાના માથક ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂ - બિયરનો જથ્થો મળી આવતા પોલીસે ઇકો કાર સહિત રૂ.3.38 લાખનો જથ્થો કબ્જે કર્યો હતો.જો કે, દરોડા સમયે આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસને બાતમી મળી હતી કે, માથક ગામે રહેતા આરોપી અજય રૂડાભાઈ જેતપરા પોતાની ઇકો કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લાવી પોતાના મકાનમાં છુપાવ્યો છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા મકાનમાંથી બિયરના 49 ટીન, દારૂના ચપલા નંગ 96 અને વિદેશી દારૂની 14 બોટલ મળી આવતા કુલ રૂ.38,720નો વિદેશી દારૂ અને બિયર કબ્જે કરી રૂ.3 લાખની ઇકો કાર પણ કબ્જે કરી હતી.જો કે, દરોડા સમયે આરોપી હાજર નહિ મળી આવતા રૂ.3,38,720નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.