મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ નજીક સબજેલ સામે આવેલ વોકળા પાસેથી ગઈકાલે સાંજના સમયે મહેબૂબભાઈ ઇબ્રાહિમભાઈ બ્લોચ ઉ.45 નામના યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતદેહને ફોરેન્સિન્ક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.