મોરબી : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ દ્વારા મોરબીમાં નિ:શુલ્ક એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અબોલ પશુ-પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે આ એમ્બ્યુલન્સ મોરબી જિલ્લાભરમાં કાર્યરત રહેશે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સેવાભાવી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.સમગ્ર ભારતમાં ફેલાયેલું સેવાનું નેટવર્કઅર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં કુલ 36 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેના માધ્યમથી લાખો પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. હવે મોરબીમાં પણ આ અત્યાધુનિક એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત પ્રાણીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી શકશે.સમગ્ર મોરબી જિલ્લામાં મળશે સેવાઆ સેવા માત્ર મોરબી શહેર પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ સમગ્ર મોરબી જિલ્લામાં એટલે કે મહેન્દ્રનગરથી લઈને ટંકારા સુધીના વિસ્તારોમાં પશુ-પક્ષીઓની સેવામાં ઉપલબ્ધ રહેશે. અબોલ જીવોનો જીવ બચાવી શકાય તે જ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.આ રીતે મેળવી શકશો મદદકોઈપણ અબોલ જીવ ઇજાગ્રસ્ત અવસ્થામાં જોવા મળે તો હેલ્પલાઇન નંબર 6262 0707 78 પર સંપર્ક કરી શકાશે. કોલ કર્યાના અડધા કલાકની અંદર જ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી જશે અને નિ:શુલ્ક સારવાર પૂરી પાડશે.