મોરબી : આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી જિલ્લાના આમરણ ગામે શિવભક્તો દ્વારા અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવમય બનેલા વાતાવરણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.સોમનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાનઆજે સાંજ ઉતરતા જ આમરણના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતેથી શોભાયાત્રાનું ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ડી.જે.ના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ‘હર હર મહાદેવ’ તેમજ ‘જય મહાકાલ’ના ગગનભેદી નારાઓથી સમગ્ર આમરણ પંથક ગુંજી ઉઠ્યો હતો.નગરચર્યા અને શણગારઆ ભવ્ય શોભાયાત્રાએ ગામના મુખ્ય બજાર અને બસ સ્ટેશન વિસ્તાર સહિતના રાજમાર્ગો પર નગરચર્યા કરી હતી. શિવરાત્રીના પર્વે ગામના મુખ્ય માર્ગો પર ધર્મધજાઓ લહેરાવવામાં આવી હતી. વિશેષમાં, સોમનાથ મહાદેવ મંદિરને ફૂલોના શણગાર અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.મહાઆરતીનું આયોજનશોભાયાત્રા દરમિયાન શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથ મંદિરમાં આઠેય પહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા અને પૂજા-અર્ચના કરવા માટે વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે.